Wednesday, 16 December 2015

ડાયેટ તાલીમ અહેવાલભાષા સજ્જતા (વ્યાકરણ)ની તાલીમનો અહેવાલ
      જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલાસણ, આણંદ દ્વારા આયોજિત ભાષા સજ્જતા (વ્યાકરણ)ની તાલીમ બી.આર.સી. ભવન, બોરસદ, વઘવાલા મુકામે તા- 12/08/2015થી 14/08/2015 સુધી બોરસદ તાલુકાના અને તા-08/09/2015 થી 10/09/2015 સુધી ધર્મજ કુમારશાળા મુકામે પેટલાદ તાલુકાના ધોરણ-6 થી 8 માં ભાષા શીખવતાં શિક્ષકોની પ્રવૃત્તિસભર ત્રિ દિવસીય તાલીમ કરવામાં આવી હતી. જેના માટે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી ભાષાના  વ્યાકરણના જુદા-જુદા મુદ્દાઓને  અનુલક્ષીને અત્રેની કચેરીની તાલીમ શાખા દ્વારા તૈયાર કરેલા મોડયુલ દરેક તાલીમાર્થીને આપવામાં આવ્યા હતાં .
         ભાષા સજ્જતા (વ્યાકરણ)ની તાલીમ બોરદસદના કુલ-81 અને પેટલાદના કુલ- 80 મળીને 161 શિક્ષકોને ભાષાની તાલીમ 6 તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. તેમાં ભાષાની  વૈવિધ્ય સભર પ્રાર્થનાઓ, બાળગીતો, શૈક્ષણિક રમતો, ભાષાકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
મહિલા શિક્ષક દિવસની ઉજવણી
પ્રાથમિક શિક્ષણ, શિક્ષણ વિભાગના માન. અગ્રસચિવશ્રીની સૂચના અનુસાર મહિલા શિક્ષક દિવસની ઉજવણી કરવા અંગે જીસીઇઆરટી, ગાંઘીનગર તરફથી પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, આણંદ દ્વારા તા:-08/08/2015 ના રોજ મહિલા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલા સશક્તિકરણ, મહિલા અધિકાર, મહિલા કલ્યાણ, ક્ન્યા કેળવણી, મહિલા ગૌરવ, બેટી બચાવો જેવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પોસ્ટર/ચિત્ર સ્પર્ધા, ભીંત સૂત્રો સ્પર્ધા, ફિલ્મ (નારી ગૌરવને લગતી)નું નિદર્શન, પુસ્તક-પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું.
        કાર્યક્રમની શરૂઆત 8:30 કલાકેથી કાર્યક્રમના સહભાગીઓના રજીસ્ટ્રેશનથી કરવામાં આવી જે અંતર્ગત આણંદ તાલુકામાંથી  પ્રતિસ્પર્ધીઓ પ્રાથમિક શાળા, વલાસણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેશભાઇ આર. પટેલ, (લેકચરર આણંદ ડાયેટ )દ્વારા કરવામાં આવ્યું હતું. હેડ ટીચર્સ શેરીંગ વર્કશોપ
          જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલાસણ, આણંદ દ્વારા આયોજિત હેડ ટીચર્સ શેરીંગ વર્કશોપ તા- 28/07/2015થી 30/07/2015 સુધી , ડાયેટ, વલાસણ મુકામે યોજવામાં આવ્યો હતો.જેમાં આણંદ જિલ્લાના આઠ તાલુકાના કુલ-44 હેટ ટીચર્સનું શેરીંગ અને માર્ગદર્શન આપવામાં  આવ્યુ હતું.જેમાં ડાયેટ દ્વારા આપવામાં આવેલા મુદ્દાઓ અંગે આવેલ દરેક હેડ ટીચર્સે પાવર પોઇંટ દ્વારા પોતાની શાળાની માહિતી ચિત્રો, ફોટા દ્વારા પ્રસ્તુત કરી હતી.  શૈક્ષણિક અને વહિવટી બાબતોમાં વધુ સુધારાત્મક પગલા લેવાં , તથા  ઇનોવેશન કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળા
      જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલાસણ, આણંદ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળા પૂર્વે MT તૈયાર કરવામાં આવ્યા.જે તારીખ 15/07/2015 થી 16/7/2015 સુધી આયોજીત કરવામાં આવી હતી. જેમાં 10 વિજ્ઞાન શિક્ષકોએ ભાગ લીધો હતો.  જેમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, અને જીવ વિજ્ઞાન આધારિત ધોરણ- 6 થી 8 ના પ્રથમ સત્રની વિવિધ સંકલ્પનાઓ અને પ્રયોગોને વિભાજીત કરવામા આવ્યાં અને તેમાંથી શિક્ષકો કે વિદ્યાર્થીઓને અઘરી લાગતી સંકલ્પના/ પ્રયોગોની યાદી તૈયાર કરી તે મુજબ સમય પત્રક તૈયાર કરવમાં આવ્યું પ્રયોગો માટે જરૂરી સાધન સામગ્રી ડાયેટેની વિજ્ઞાન પ્રયોગ શાળા માંથી મેળવી અને પ્રયોગોની પ્રેકટિસ કરવામાં આવી.
        તારાપુર અને સોજીત્રા તાલુકાના શિક્ષકો માટે વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળાનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલાસણ, આણંદ ખાતે તારીખ 3/8/2015 થી 5/8/2015 સુધી કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 72 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉમરેઠ તાલુકાના શિક્ષકો માટે વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળાનું આયોજન બી.આર.સી. ભવન, ઉમરેઠ  ખાતે તારીખ 10/8/2015 થી 12/8/2015 સુધી કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 65 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આકલાવ તાલુકાના શિક્ષકો માટે વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળાનું આયોજન કોસીન્દ્રા પ્રાથમિક શાળા, તા. આંકલાવ  ખાતે તારીખ 19/8/2015 થી 21/8/2015 સુધી કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 64 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
        વિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યશાળાના પ્રથમ દિવસે પ્રથમ સત્રના રસાયણ વિજ્ઞાન સંબંધિત સંકલ્પના અને પ્રયોગો, બીજા દિવસે ભૌતિક વિજ્ઞાન સંબંધિત સંકલ્પના અને પ્રયોગો તથા ત્રીજા દિવસે જીવ વિજ્ઞાન સંબંધિત સંકલ્પના અને પ્રયોગો ઉપરાંત આવનાર ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે  કૃતિ બનાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.