DIET-News



ઈ.ટી.શાખા અંતર્ગત વર્ષ:૨૦૧૭ -૧૮ દરમ્યાન યોજાયેલ તાલીમ કાર્યક્રમોની એક ઝલક


(૧) સ્માર્ટ ક્લાસ અવેરનેસ તાલીમ: સેવાકાલીન
તા.૧૩/૭/૧૭, ૧૪/૭/૧૭  અને ૧૦/૮/૧૭ દરમ્યાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,આણંદ દ્વારા સ્માર્ટ ક્લાસ અવેરનેસ તાલીમનું શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું જેમાં મહેળાવ કુમાર અને કન્યા શાળા,સુણાવ કુમાર અને કન્યા શાળા તેમજ ઢેબા કુવા પ્રા.શાળાના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.આ તાલીમમાં
Ø   સ્માર્ટ ક્લાસ વિષે જાણકારી આપવામાં આવી.
Ø   દરેક સાધનોની ઓળખ તેમજ તેનું કાર્ય પ્રાયોગિક રીતે સમજ આપવામાં આવી.
Ø   ગુજરાતી,ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી અને અન્ય વિષયો વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ દ્વારા કઈ  
 રીતે ભણાવી શકાય તે બતાવવામાં આવ્યું.
Ø   વિદ્યાર્થીઓ અને તજજ્ઞો વચ્ચે પ્રશ્નોત્તરી કરવામાં આવી.

(૨) ઉબંટુ આધારિત કોમ્પ્યુટર તાલીમ અને તેનો પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વિષયોમાં ઉપયોગ  અંતર્ગત તાલીમ : સેવાકાલીન
તા.૧૧/૮/૧૭ થી ૧૪/૮/૧૭ અને તા.૧૯/૯/૧૭  થી ૨૨/૯/૧૭ પેટલાદ તાલુકાના
તથા જિલ્લાના પસંદગી કરેલ કુલ  શિક્ષકોને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને દંતાલી પ્રા.શાળા અને વાલ્મીકી વર્ગ પ્રા.શાળા ખાતે શિક્ષકો ઉબંટુ આધારિત કમ્પ્યુટર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૧ તાલીમાર્થીઓ હાજર રહ્યા.
Ø  કમ્પ્યુટરના ઉબંટુ અને વિન્ડોઝ વિષે સમજ આપવામાં આવી,ફાયદા, ગેરફાયદા જણાવવામ આવ્યા.
Ø   ઉબંટુમાં આવેલ તમામ એપ્લીકેશનની સમજ અને જરૂરી પ્રાયોગિક કાર્ય કરાવવામાં આવ્યું.
Ø  પ્રાથમિક શાળામાં આવેલ કોમ્પ્યુટર લેબનો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વધુમાં ઉપયોગ કરે તે પ્રમાણે પ્રેક્ટીસ અને સમજ આપવામાં આવી.
Ø   જુદા જુદા વિષયોની પ્રેઝન્ટેશન બનાવવું તેમજ તેને સારી રીતે ડેકોરેટ કરવું.
Ø   શૈક્ષણિક વેબસાઈટનો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય વધુ સારી રીતે કરવા અંગે સમજ       
 આપવામાં આવી.
Ø   શૈક્ષણિક ડીવીડી દ્વારા અલગ અલગ વિષયની વિડીઓ બતાવી
Ø   ક્લાસરૂમમાં શૈક્ષણિક કાર્યની અસરકારકતા કઈ રીતે વધે તે સમજાવવામાં આવ્યું.

Ø   તાલીમ દરમ્યાન શિક્ષકોને કોમ્પ્યુટરમાં આવતી સામાન્ય
Ø   મુશ્કેલીઓ જાતે નિવારી શકે તે અંગેની પ્રાયોગિક સમજ આપવામાં આવી.
Ø   કોમ્પ્યુટર તથા કોમ્પ્યુટર લેબની જાળવણી કરવા અંગે સમજ આપવામાં આવી. 
Ø  ગુણોત્સવ-૭ના ધોરણ-૩ થી ૮ના વાંચન,લેખન અને ગણનના પરિણામોની ચકાસણી કરી ધોરણવાર અને શાળાવાર ૫ કે તેથી ઓછા ગુણ મેળવનાર બાળકોની યાદી તૈયાર કરી.
Ø  ગુણોત્સવ-૭માં ધોરણ-૬ થી ૮માં લેવાયેલ લેખિત કસોટીમાં પ્રશ્નપત્રોના પ્રકાર પ્રમાણે શાળાવાર પ્રશ્નપત્રમાં પુછાયેલ પ્રશ્નોનું કેટલા બાળકોએ સાચો જવાબ આપ્યો છે તેનું પ્રશ્નવાર એનાલીસીસ કરી દરેક શાળા માટે તૈયાર કરવામાં આવ્યું.
Ø  ગુણોત્સવ-૭માં ધોરણ-૬ થી ૮માં લેવાયેલ લેખિત કસોટીના પરિણામોની ચકાસણી કરી ધોરણવાર અને શાળાવાર ૫ કે તેથી ઓછા ગુણ મેળવનાર બાળકોની યાદી તૈયાર કરવામાં આવી.     

(૩) શૈક્ષણિક વિડીયો સ્ક્રીપ્ટ રાઈટીંગ તાલીમ: સેવાકાલીન(તા.૧૪,૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭)  

Ø  જિલ્લાના સારા લેખન કાર્ય કરતા શિક્ષકો વડે પ્રાથમિક કક્ષાના જુદા જુદા વિષયોની સ્ક્રીપ્ટ બનાવવામાં આવી.   
Ø   સ્ક્રીપ્ટ કઈ રીતે લખાય,કેવા ફોરમેટમાં લખી શકાય તેમજ શુદ્ધ ઉચ્ચારણ,વિષયવસ્તુની  અસરકારકતા વગેરે બાબતોની સમજ  આપવામાં આવી.
Ø   દરેક વિષયોના કઠીનબિંદુ આધારિત સ્ક્રીપ્ટ બનાવવામાં આવી.
Ø   સ્ક્રીપ્ટ લેખન કાર્ય પ્રમાણે વિડીઓ શુટિંગ દરમ્યાન કેવી તૈયારી કરવી તેની સમજ   
 આપવામાં આવી. 

   (૪)શૈક્ષણિક વિડીયો ડુપ્લીકેટીંગ અને વિતરણ  : સેવાકાલીન
Ø  પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકોની મદદથી શૈક્ષણિક વિડીઓ શુટીંગની ડીવીડી  તૈયાર કરવામાં આવેલ તેની ૪૨૩ સેટ(૨ ડીવીડી-૧સેટ) ડુપ્લીકેટીંગ કરાવવામાં આવી. 
Ø  શૈક્ષણિક વિડીઓ શુટીંગની ડીવીડી  તૈયાર કરવામાં આવેલ તેનું વિતરણ રાજ્યની તમામ ડાયેટમાં તેમજ જીસીઈઆરટી તેમજ ડીઈઓશ્રી,ડીપીઈઓશ્રી કચેરી,ડાયેટના અધ્યાપક્શ્રીઓ,નિરિક્ષકશ્રીઓ,બીઆરસી.કો.ઓ.શ્રી,ડીએલએડ કોલેજો,સીઆરસી.કો.ઓ.શ્રી તથા આણંદ જિલ્લાની સીઆરસી પ્રમાણે ધોરણ-૧ થી ૮ ની શાળાઓમાં વિતરણ કરવામાં આવી.         



(૫) NAS અંતર્ગત  મુખ્ય શિક્ષક તાલીમ ગુણોત્સવ-૭ના ધોરણ-૩ થી ૮ના પરિણામોના સંદર્ભે તાલીમ,ધોરણ ૩,૫ અને ૮ ના NAS અંતર્ગત શિક્ષક તાલીમ ,શાળા મુલાકાત,ફિલ્ડ ઇન્વેસ્ટીગેટરની  તાલીમની કામગીરી કરવામાં આવી.
(૬) MAS (mendetari affidevit system)અંતર્ગત ડાયેટ આણંદની ફોર્મ રજીસ્ટ્રેશન તેમજ ફોર્મમાં જણાવ્યા પ્રમાણેની તમામ માહિતી ભેગી કરી અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી.
(૭) QCI (Quality Council of India) અંતર્ગત ડાયેટ આણંદની ફોર્મ રજીસ્ટ્રેશન તેમજ ફોર્મમાં જણાવ્યા પ્રમાણેની તમામ માહિતી ભેગી કરી અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી.
આ ઉપરાંત  અન્ય શાખા સાથે સંકલનમાં રહીને તાલીમી કાર્યક્રમોમાં ભાગીદારી તેમજ ટેકનીકલ સપોર્ટ અને પ્રાચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવેલ તમામ કામગીરી શાખા દ્વારા કરવામાં આવેલ છે.
  (૮) ઉબંટુ આધારિત કોમ્પ્યુટર તાલીમ અને તેનો પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વિષયોમાં ઉપયોગ  
      અંતર્ગત તાલીમ : સેવાકાલીન
        તા.૧૬/૧/૧૮  થી ૧૯/૧/૧૮  બોરસદ તાલુકાના પસંદગી કરેલ કુલ ૪૦ શિક્ષકોને નાપા         કન્યા શાળા,(બોરસદ) અને એકતાનગર પ્રા.શાળા(બોરસદ) ખાતે શિક્ષકો ઉબંટુ આધારિત        કમ્પ્યુટર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Ø  કમ્પ્યુટરના ઉબંટુ અને વિન્ડોઝ વિષે સમજ આપવામાં આવી,ફાયદા, ગેરફાયદા જણાવવામ આવ્યા.
Ø   ઉબંટુમાં આવેલ તમામ એપ્લીકેશનની સમજ અને જરૂરી પ્રાયોગિક કાર્ય કરાવવામાં આવ્યું.
Ø   પ્રાથમિક શાળામાં આવેલ કોમ્પ્યુટર લેબનો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વધુમાં ઉપયોગ કરે તે  
 પ્રમાણે પ્રેક્ટીસ અને સમજ આપવામાં આવી.
Ø   જુદા જુદા વિષયોની પ્રેઝન્ટેશન બનાવવું તેમજ તેને સારી રીતે ડેકોરેટ કરવું.
Ø   શૈક્ષણિક વેબસાઈટનો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય વધુ સારી રીતે કરવા અંગે સમજ       
 આપવામાં આવી.
Ø   શૈક્ષણિક ડીવીડી દ્વારા અલગ અલગ વિષયની વિડીઓ બતાવી
Ø   ક્લાસરૂમમાં શૈક્ષણિક કાર્યની અસરકારકતા કઈ રીતે વધે તે સમજાવવામાં આવ્યું.
Ø   તાલીમ દરમ્યાન શિક્ષકોને કોમ્પ્યુટરમાં આવતી સામાન્ય
Ø   મુશ્કેલીઓ જાતે નિવારી શકે તે અંગેની પ્રાયોગિક સમજ આપવામાં આવી.
Ø   કોમ્પ્યુટર તથા કોમ્પ્યુટર લેબની જાળવણી કરવા અંગે સમજ આપવામાં આવી. 
(૯) એનસીઈઆરટી પાઠ્યપુસ્તકના ગુજરાતીમાં ભાષાંતરિત  કરવામાં આવેલ તેની સમિક્ષાની કામગીરી કરવામાં આવી.
(૧૦) જિલ્લા કક્ષાના ઇનોવેટીવ ટીચરની પસંદગી તથા ઇનોવેશન ફેરની કામગીરી કરવામાં આવી.
(૧૧)રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી જિલ્લામાં આવેલ ડીએલએડ કોલેજની પ્રાયોગિક પરીક્ષાની કામગીરી કરવામાં આવી.
(૧૨) ઈન્સ્પાયર એવોર્ડ માનાંક ફેરની જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં કામગીરી કરવામાં આવી.
(૧૩) ઇકો ક્લબ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાની કામગીરી કરાવવામાં આવી.
(૧૪) ધોરણ-૩ થી ૮ ગણિત,પર્યાવરણ અને વિજ્ઞાનના આર.પી.તાલીમ તૈયાર કરવાની કામગીરીમાં મદદ .
(૧૫) માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી એસ.એસ.સી.અને એચ.એસ.સી.પરીક્ષાના સીસીટીવી ફૂટેજની કામગીરી કરવામાં આવી.
(૧૬) જિલ્લા પંચાયત ,આણંદ દ્વારા આયોજીત આરોહણ કાર્યક્રમ અંતર્ગત પરીક્ષણ અને પ્રોત્સાહનની કામગીરી અંતર્ગત ધોરણ-૧ થી ૮ ના બાળકોની પરીક્ષામા કામગીરી .
(૧૭) ) QCI અંતર્ગત તાલીમ ભવનમાં ઇલેકટ્રોનિકસ સાધનોની ખરીદ પ્રક્રિયા અંગેની  કામગીરી.    

No comments:

Post a Comment